શરૂઆત થઈ એક સુંદર દિવસની . સવારમાં જાગવાની ઇચ્છા ન હોવા છતા જાગવું જરૂરી છે આવું જાણી આંખો ઉઘાડી . ધાબળાને છોડવાનું મન ન હોવા છતા છોડવું પડ્યું. આંખોની સામે આછું - આછું દ્રશ્ય. ધરતીને પ્રણામ કરતા પલંગ ઉપરથી નીચે ઉતર્યો. બે પગલા આગળ વધવા માટે સાથ ન આપતા મારા પગને મનાવવામાં જ સમય વીતી ગયો . જરાક ઊંઘ ઉડે એ માટે આછો પ્રકાશ આપતી બારીને સરકતા અવાજે ધીમેથી ઉઘાડી. બારીનો એ અવાજ જાણે કોઈક મધુર ગીત ગાતો હોય એવું લાગ્યું. મારે એ પણ ધ્યાન રાખવુ પડ્યું કે મારા આ અવાજથી મારો મિત્ર નગીન ના જાગી જાય. વિશાલ જે મારા કમરામાં જ રેતો હતો તેની મને ચિંતા ન હતી કારણ કે તેની ઊંઘને અવાજથી કઈ લેવા દેવી જ ન હતી. બારીથી આવતા પ્રકાશે મને ઊંઘ ઉડાડવા મદદ કરી. હું ચાલ્યો મારા કમરાના કબાટ બાજુ જ્યાં મારું બ્રશ પડ્યું હતું.
બ્રશ કરી હું ચાલ્યો મેદાન તરફ જ્યાં મને આનંદ મળતો. સવારના મેદાનમાં પાંચ કિલોમીટર દોડ લાગવી. મારી સાથે મારો મિત્ર જયેશ પણ હતો . જયેશ મને કસરતના નવાનવા સ્ટેપ શીખવતો. સવારમાં દોડ પૂરી કરી અમે બધા સાથે બેસી બીજી કસરતો કરવાનું છોડતા ન હતા. ક્યારેક ક્યારેક આ કસરતો સ્પર્ધામાં ફેરવાય જાતિ. જીતવાની કોઈ ઇચ્છા ન હોવા છતાં મજા માટે ભાગ લેતા. સવારમાં અમને ભણાવવા વાળા અમારા પ્રોફેસર પણ આવતા . તેમની જોડે પણ થોડું હાસ્ય કરતા અમે રોજના બે કલાક મેદાનમાં વેડફી દેતા. કસરત કરી અમે થોડીવાર વ્યાયામ પણ કરતા. વ્યાયામ કરી ફરી એકવાર મેદાનમાં એક ચક્કર મારી અમે બધા મિત્રો છૂટા પડતા.
હોસ્ટેલ પર આવી ઠંડુ પાણી આવતું હોય કે ગરમ પણ પાણી ફરજિયાત નાવાની મારી આદત. મસ્ત તૈયાર થઈ વાંચવા માટે બેસી ગયો. સવારમાં 8:00 વાગે નાસ્તાનો સમય હોવાથી જલ્દીથી કામ પૂરું કર્યું. કસરત કરી ઉગ્ર બનેલ પેટની અગ્નિ શાંત કરવા અમે ચાલ્યા ગયા Reva central mess. હા આ નામ અમારી કેન્ટિનનું જ હતું. સવારમાં પૂડીનો નાસ્તો ને તેની સાથે ચા." सुकुन का नाम सुना है " એવો અનુભવ આવી રહ્યો હતો. છોકરાઓ ભેગા થાય ને મસ્તી ન થાય એવું શક્ય જ નથી. નાસ્તો પૂરો કરી આવી ગયા અમે પાછા એકલવ્ય છાત્રનિવાસ. આ નામ પણ અમારી હોસ્ટેલનું જ છે. 10:30 વાગે કોલેજનો સમય હોવાથી જલ્દી જલ્દી બીજા કામ પતાવ્યા.
હું કોલેજ જવા તૈયાર જ થતો હતો કે મારા મિત્ર પિયુષનો મને ફોન આવ્યો. ફોન આવ્યો છે એની જાણ મને પછી થઈ હોવાથી હું ફોન ઉપાડી ન શક્યો. હું કોલેજ જવા નીકળી ગયો. કોલેજના કેમ્પસમાં મને પિયુષ મળ્યો. પિયુષ મારા પર ગુસ્સે હતો. થોડું મસ્તી મજાક કરી અમે ક્લાસ માં ગયા. આજે સળંગ ત્રણ કલાક એક જ પ્રોફેસરે ભણાવ્યા . 1:30 અમે ખાવા માટે કેન્ટીન ગયા. ખાઇ અમે એક લેક્ચર માટે પાછા કોલેજ ગાય. છૂટ્યા બાદ અમે બધા મિત્રો છૂટા પડ્યાં.
હોસ્ટેલ પર પાછા આવી ફ્રેશ થઈ ગયા. થોડીવાર આરામ કરી અમે લેખન કાર્ય પૂરું કર્યું. થોડીવાર દોસ્તો જોડે મસ્તી કરી. ના છૂટકે જયેશ મને મેદાનમાં લઈ ગયો. મેદાન જ અમારું મસ્તી માટેનું સ્થળ હતું. મેદાનમાં ચક્કર મારી અમે હોસ્ટેલ પાછા આવ્યા. બધાને હવે ભૂખ લાગી હતી.
સાંજનું ભોજનનો સમય 7:00 વાગ્યાનો હોવાથી અમે કેન્ટીનમાં જમીને આવતા રહ્યા. જમ્યા બાદ અમે બધા મિત્રો એક જ કમરામાં ભેગા થતા. આખા દિવસની વાતો કર્યા બાદ અમે પોતપોતાના કમરામાં ચાલ્યા ગયા. વાંચવાનો સમય મારો બોવ તો બોવ 11:00 કે 12:00 વાગ્યા સૂથીનો જો વાંચવાનું મન હોય તો. વાચ્યા બાદ આખો દિવસ જાણે પથ્થર તોડી થાક્યા હોય ને થાકી ગયા હોય એમ હું શાંત સરોવર લગતા પલંગ પર સુઈ ગયો.
લિ. સાગર રાઠવા
Very good Sagar... Keep it up!!!
ReplyDelete