બાળપણ એટલે જીવનના સભર માં વિતિચૂકેલ એક એવો સમય જે સુવર્ણ સમાન કિંમતી હતો. આજે યુવા અવસ્થના પ્રથમ પગથિયે પગ મૂકતાં આડી નજરે પાછું જોવાયું ત્યારે માં ના પાલવ થી લય ને વર્તમાન સભર વચ્ચે સંગ્રહ કરેલ યદોનિ ઝલક જોવા મળી. એ ઝલક માં બાળપણનો સાર મળ્યો. મળ્યો એ બાળપણમા માં નો વાળ ને લાગણી. આજે જન્મ્યો રે મારા કાળજે માના પાલવ નો વિરહ. માના પાલવનું મહત્વ હું કદાચ બાળપણમાં ન સમજી શક્યો. બાળપણમાં જ્યાં મારું સર્વસ્ત સંસાર વસ્તી હતું તેની કિંમત મને આજ સમજાની.
દરેકના જીવનમાં બાળપણનો સભર ખૂબ જ રસપ્રદતાથી કે રોમાંચ થી વીતેલ હોય છે. એવાજ સભરની વાત જ્યારે મારે મારા મંતવ્યથી કે સંગ્રહ કરી રાખેલ યાદોથી પ્રગટ કે રજૂ કરવાની હોય ત્યારે હું અવનવી વાતો,યાદો,અનુભવો અને લાગણીઓ બાળપણ સાથે સરખાવી શકુ.
બાળપણ ના સમયમાં અમારી આખી દુનિયા માના પાલવ સુધી જ સીમિત હતી. માના પાલવ સિવાય બહારની દુનિયા તો મને પરિચય જ નોહતો. મને મારા દાદા ને દાદી થી સાંભળવા મળ્યું હતું કે હું જ્યારે માત્ર એક વર્ષ નો હતો ત્યારે હું કંઇક ગંભીર બિમારીથી પીડિત થયો હતો. તે સમયે મારા માટે મારી માં એ કેટલીય માંતાવો અને ઉપવાસો કર્યા હતા. બાપા ક્યારે હિંમત ન હારતા પણ કોઈક સાંજે આંખો ભીની કરી બેઠતા. નવ મહિના સતત બીમાર રેહતા હું સાજો થયો અને મારા પરિવાર માં બધાને ગળે પાણી ઉતરતા થયું. નવ મહિનામાં એક એવી રાત નતી જ્યાં મારા માં બાપા ના ઉજાગરા ના હોય.
મને હજુ પણ યાદ છે કે જયારે મારા બાપા મને સૌ પ્રથમ બાળમંદિરે મૂકવા આવ્યા હતા. પૈલા દિવસે માંડ - માંડ બપોર કાઢી . બાપા ની રાહ જોવા માંડ્યો કે એ ક્યારે આવશે ને મને અહ્યાં થી લય જશે. બધા જોડે ભળતાં મને કંઈક અઠવાડ્યું જેટલો સમય લાગ્યો હતો. સમય વિતતો ગયો. ને સમય જતા વસ્તુઓની થોડી ઘણી જાણ મને થવા લાગી. હવે બાળમંદિર થી શાળા તરફ પોતાના પગ લંબાવી આગળ વધવાનો સમય હતો. નવા ચંપલ,નવું દફતર ને નવા કપડાં શાળાના પેહલા દિવસે બધા છોકરા જેમ અમને શાળામાંથી મળ્યા હતા.
ધોરણ ૧ થી લય ને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ મેએ જે મિત્ર સાથે કર્યો તે મને પેલ્લીવાર ત્યાં જ મળ્યો હતો. સાથે ઘર હોવાને કારણે અમને રોજ નવી નવી અને આશ્ચર્યચકિત કરી દે તેવી બાળલીલા કરતા. ઉનાળાની ઋતુ આવતી ત્યારે આંબા પરથી બપોરના સમયમાં કેરિયો તોડવાનું ક્યારેય ન ભૂલતા. કેરીઓના બટવારા કે વેહચની માટે વપરાતું ગણિત મને હવે ના સમજાતું.
બાળપણનો એક આવોજ જ પ્રસંગ જે મને હજુ પણ યાદ છે કે જયારે અમે ત્રણ મિત્રો જેમાં મારા મોટાભાઈ ને મારો મિત્ર સામેલ હતા ત્યારે અમે અમારા ગામના સુકાભાઈ ના ખેતરમાંથી એક કિલો ડુંગળીના છોડ જે ખાવા લાયક પણ ના હતા તે ચોરીને લય આવ્યા હતા. આ ઘટનાની જાણ સુકાભાઈ થતા તે ઘરે આવ્યા હતા પણ તેઓ મારા બાપા ને ઓળખાતા હતા જેથી તેઓએ અમને કાય ના કર્યું. અમે બન્ને ભાઈ માં ના ખોળામાં જ સંતાયા હતા. તેમના ગયા બાદ બાપાએ બોવજ સંભળાવી પણ પછી પોતાના જ પાસે બેસાડી મને અત્યાર સુધી ના ભટકાવનાર સિખ આપી કે જીવનમાં એવું કામ ના કરતા કે મારે કોઈ બીજા હામે નીચું જોવું પડે.
આમ જ અવનવી વાતો,યાદો,અનુભવો, શિખામણ અને લાગણીની ભેટ બાળપણથી મને મળી હતી.
લિ. સાગર.જે
No comments:
Post a Comment