Tuesday, 30 December 2025

પત્રલેખન : "પોતાના મિત્રની તબિયત વિશે જાણ પૂછતો પત્ર"

                    " પત્ર "                                         ( Letter )

=} " પોતાના પ્રિય મિત્રને તેની તબિયતની જાણ પૂછવા માટેનો પત્ર."
  
                                                  નામ :  સાગર રાઠવા 
                                                  ગામ :  નળવાંટ 
                                               તાલુકો :   કવાંટ 
                                              જિલ્લો :  છોટાઉદેપુર 
                                  Pin code No :  391152
                                               તારીખ :  28/12/2025


નામ : વિશાલ ભીલ
ગામ : બખ્ખર  
તાલુકો : ગરૂડેશ્વર 
જિલ્લો : નર્મદા 
Pin code No : 391120

       વિષય=} " મિત્ર વિશાલની તબિયત જાણવા માટે " 

પ્રિય મિત્ર,

                મને  જાણને  દુઃખ  થયું  કે તું એક અઠવાડિયાથી બીમાર છે .  મને  કાલે  જ  જાણ થઈ  કે  તું  બીમાર  છે . હું  એ  ઇચ્છું  છું  કે  તારી  તબિયત  જલ્દીથી  જલ્દી  અને  ટૂંક સમયમાં  સારી  થઈ  જાય .  હું  આ  પત્રની  સાથે  તારા  માટે આયુર્વેદિક  દવા  કુરિયર  દ્વારા  મોકલાવી  આપું  છું . આ દવા ઉપયોગમાં  લેવાથી  તારી  તબિયતમાં  સુધાર  આવશે .
                   હું  એ  પણ  ઇચ્છું  છું  કે તારા ઘરમાં બીજા બધા સભ્યોની તબિયત સારી હશે.  તેમને બધાને મારા પ્રણામ કહેજે .

                                                તારો બાળપણનો મિત્ર
                                                         "સાગર"



Saturday, 27 December 2025

નિબંધ: "મારુ એક દિવસનું જીવન"

           

                 શરૂઆત થઈ એક સુંદર દિવસની .  સવારમાં જાગવાની ઇચ્છા ન હોવા છતા જાગવું જરૂરી છે આવું જાણી  આંખો ઉઘાડી .  ધાબળાને  છોડવાનું મન ન હોવા છતા  છોડવું  પડ્યું.  આંખોની  સામે આછું - આછું દ્રશ્ય. ધરતીને પ્રણામ કરતા પલંગ ઉપરથી નીચે ઉતર્યો. બે પગલા આગળ વધવા માટે સાથ ન આપતા મારા પગને મનાવવામાં જ સમય વીતી ગયો . જરાક  ઊંઘ  ઉડે એ માટે  આછો પ્રકાશ  આપતી  બારીને  સરકતા અવાજે ધીમેથી ઉઘાડી. બારીનો એ અવાજ જાણે કોઈક  મધુર ગીત ગાતો હોય એવું લાગ્યું.  મારે એ પણ ધ્યાન રાખવુ પડ્યું કે મારા આ અવાજથી મારો મિત્ર નગીન  ના જાગી જાય. વિશાલ જે મારા કમરામાં જ રેતો હતો તેની મને ચિંતા ન હતી કારણ કે તેની ઊંઘને અવાજથી કઈ લેવા દેવી જ ન હતી. બારીથી આવતા પ્રકાશે મને ઊંઘ ઉડાડવા મદદ કરી. હું ચાલ્યો મારા કમરાના કબાટ બાજુ જ્યાં મારું બ્રશ પડ્યું હતું. 

                   બ્રશ  કરી  હું  ચાલ્યો મેદાન તરફ જ્યાં મને આનંદ મળતો. સવારના મેદાનમાં પાંચ કિલોમીટર દોડ લાગવી. મારી સાથે મારો મિત્ર જયેશ પણ હતો . જયેશ મને કસરતના નવાનવા સ્ટેપ શીખવતો. સવારમાં દોડ પૂરી કરી અમે બધા સાથે બેસી બીજી કસરતો કરવાનું છોડતા ન હતા. ક્યારેક ક્યારેક આ કસરતો સ્પર્ધામાં ફેરવાય જાતિ. જીતવાની કોઈ ઇચ્છા ન હોવા છતાં મજા માટે ભાગ લેતા. સવારમાં અમને ભણાવવા વાળા અમારા પ્રોફેસર પણ આવતા . તેમની જોડે પણ થોડું હાસ્ય કરતા અમે  રોજના બે કલાક મેદાનમાં વેડફી દેતા. કસરત કરી અમે થોડીવાર વ્યાયામ પણ કરતા. વ્યાયામ કરી ફરી એકવાર મેદાનમાં એક ચક્કર મારી અમે બધા મિત્રો છૂટા પડતા. 

                  હોસ્ટેલ પર આવી  ઠંડુ પાણી આવતું હોય કે ગરમ પણ પાણી ફરજિયાત નાવાની મારી આદત. મસ્ત તૈયાર થઈ વાંચવા માટે બેસી ગયો. સવારમાં 8:00 વાગે નાસ્તાનો સમય હોવાથી જલ્દીથી કામ પૂરું કર્યું.  કસરત કરી ઉગ્ર બનેલ પેટની અગ્નિ શાંત કરવા અમે ચાલ્યા ગયા Reva central mess. હા આ નામ અમારી કેન્ટિનનું જ હતું. સવારમાં પૂડીનો નાસ્તો ને તેની સાથે ચા." सुकुन का नाम सुना है " એવો અનુભવ આવી રહ્યો હતો. છોકરાઓ ભેગા થાય ને મસ્તી ન થાય એવું શક્ય જ નથી. નાસ્તો પૂરો કરી આવી ગયા અમે પાછા એકલવ્ય છાત્રનિવાસ. આ નામ પણ અમારી હોસ્ટેલનું જ છે. 10:30 વાગે કોલેજનો સમય હોવાથી જલ્દી જલ્દી બીજા કામ પતાવ્યા. 

                 હું કોલેજ જવા તૈયાર જ થતો હતો કે મારા મિત્ર પિયુષનો મને ફોન આવ્યો. ફોન આવ્યો છે એની જાણ મને પછી થઈ હોવાથી હું ફોન ઉપાડી ન શક્યો. હું કોલેજ જવા નીકળી ગયો. કોલેજના કેમ્પસમાં મને  પિયુષ મળ્યો. પિયુષ મારા પર ગુસ્સે હતો. થોડું મસ્તી મજાક કરી અમે ક્લાસ માં ગયા. આજે સળંગ ત્રણ કલાક એક જ પ્રોફેસરે ભણાવ્યા . 1:30 અમે ખાવા માટે કેન્ટીન ગયા. ખાઇ અમે એક લેક્ચર માટે પાછા કોલેજ ગાય. છૂટ્યા બાદ અમે બધા મિત્રો છૂટા પડ્યાં. 

           હોસ્ટેલ પર પાછા આવી ફ્રેશ થઈ ગયા. થોડીવાર આરામ કરી અમે લેખન કાર્ય પૂરું કર્યું. થોડીવાર દોસ્તો જોડે મસ્તી કરી. ના છૂટકે જયેશ મને મેદાનમાં લઈ ગયો. મેદાન  જ અમારું મસ્તી માટેનું સ્થળ હતું. મેદાનમાં ચક્કર મારી અમે હોસ્ટેલ પાછા આવ્યા. બધાને હવે ભૂખ લાગી હતી.

                   સાંજનું ભોજનનો સમય 7:00 વાગ્યાનો હોવાથી અમે કેન્ટીનમાં જમીને આવતા રહ્યા. જમ્યા બાદ અમે બધા મિત્રો એક જ કમરામાં ભેગા થતા. આખા દિવસની વાતો કર્યા બાદ અમે પોતપોતાના કમરામાં ચાલ્યા ગયા. વાંચવાનો સમય મારો બોવ તો બોવ 11:00 કે 12:00 વાગ્યા સૂથીનો જો વાંચવાનું મન હોય તો.  વાચ્યા બાદ આખો દિવસ જાણે પથ્થર તોડી થાક્યા હોય ને થાકી ગયા હોય એમ હું શાંત સરોવર લગતા પલંગ પર સુઈ ગયો.

                        લિ. સાગર રાઠવા 

Tuesday, 16 December 2025

કર્મનુ ફળ

 

            ગુજરાતી પૂર્વથી દક્ષિણ દિશા તરફ આગળ વધતા  જેટલો વિસ્તાર જોવા મળે છે તેમાંથી વધુ પડતી વસ્તી આદિવાસી વસ્તી જોવા મળે છે. જેમ આદિવાસી વસ્તી એકબાજુ પ્રકૃતિ પૂજક , પર્કૃતિ સાથે સંકળાયેલ ને  સામાન્ય જીવન જીવનારી છે,તેમ તેની બીજી બાજુ અંધવિશ્વાસ, કાળુજાદુ અને અઢળક માતાઓમાં માનનારી વસ્તી છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ હોવાથી અંધવિશ્વાસની બધી ગતિવિધિ પ્રબળ બળથી વધતી જાય છે.

                       આવા જ આદિવાસી વિસ્તારમાં રેતા કાંતિલાલભાઈ સ્વભાવે સખત, નાકપર ગુસ્સો, અને થોડા અભિમાની પણ ભાથીજી મહારાજને માનનારા. ઘરની બાજુએ તેઓએ ભાથીજી મહારાજનું સ્થાનક પણ બનાવ્યું હતું. કાંતિલાલની પત્નીના અવસાનને પાંચેક વર્ષ થયા હશે. તેના સિવાય કાંતિલાલને ત્રણ દીકરા અને એક લાડકવાયી દીકરી હતી. દીકરિના સારા ઘર જોઈને કાંતિલાલે ક્યારના લગન કરાવી દીધા હતા.ત્રણ દીકરાના પણ વારેવારેથી લગ્ન કરાવી દીધા હતા. કાંતિલાલ નો દીકરો સાગર ને તેની પત્ની માત્ર જ તેની સાથે રેતા હતો, બીજો દિકરો તેની પત્ની સાથે કાંતિથી અલગ થઈ રેતો હતું અને ત્રીજો દિકરો વધુ ભણીગણી નોકરી મળતા જ શેરમાં રેવા ચાલ્યો ગયો હતો. કાંતિલાલની સાથે મિત્રોની પણ કમી હતી ,જેનું એક માત્ર કારણ તેનો ખરાબ સ્વભાવ હતો.

                કાંતિલાલ જો કયારેક નવરા પડતા તો સામે દીકરા ને તેની વહુ સાથે રેતા ભીમાભાઈ અને કમળાબેન સાથે વાતો કરવા જતા રેતા. તેમની વાતોમાં કોઈ એક વ્યક્તિને મુદો બનાવી તેની નિંદા ને હાસ્ય કર્યા સિવાય કોઈ બીજી વાત વધારે જોવા ન મળતી . બસ પોતાની જ વાતોથી મોજ મેળવવી એ જ તેમની સુશી. પણ તેમની વાતોની સમજમાના વ્યક્તિ પર કેવી અસર પડશે તેની તેઓ ફિકર ન કરતા. સાંજની બેઠકમાં હવે કોની બૂરાઈ કરવાની આવશે ? એ જ એમનો સવાલ રેતો હતો.

               માતા મેલડીમા શ્રધ્ધા ધરાવનારા સુખી દંપતી ભીમાભાઇ અને કમળાબેન દારૂનો ધંધો કરતાં હતા. વર્ષના અંતે માતા મેલડીની ભૂખ શાંત કરવા અને તેમને સંતોષ આપવા બકરીની બલી આપવાની તેમની પરંપરા હતી. ભીમાભાઇને ત્રણ બીજા સગાભાઈ પણ હતા. ચારેયભાઈ દર વર્ષે એક એક બકરીની બેઠ માતાને આપતા.જો બકરીની બલી વર્ષના અંતે ન આપવામાં આવતો તો કંઈક ને કંઈક ખરાબ થશે તેવી તેમની શ્રધ્ધા.  ભીમાભાઈ  કાંતિલાલ કરતા વધુ પૈસાવાળા ને માન ધરાવનારા હતા. જ્યાં એક તરફ કાંતિલાલની રસ્તે રસ્તે નિંદા થતી ત્યાં ભીમાભાઇ નું સમ્માન થતું.

                કાંતિલાલ કાળું જાદુમાં માનનારો ને થોડુંઘણું જાણનારો હતો. જાદુથી કંઈપણ શક્ય કરી શકાય છે તેવી કાંતિને શ્રધ્ધા હતી. એકવાર કાંતિલાલે અવસાન પામેલ સગી દીકરીના પતિને એક રાત મરણ બાદ પણ ઘરે રાખ્યો હતો, માત્ર એ જોવા કે મારા જાદુથી તે જીવિત થાય છે કે નથી? કાંતિલાલના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને રાત એમની એમ જ જતી રહી. ગઈકાલે કાંતિલાલન જમાઈને સળગાવી દીવામાં આવ્યો. 

                આ વાતને ઘણા દિવસો વીતી ગયા. પણ કાળીચૌદસની રાત્રે છેલ્લા પ્રહરમાં હાળું કાંતિલાલને શું થયું કે અચાનક તે જોર જોરથી બળબળા કરવા માંડ્યો ? બળબળામાં તે બોલતો હતો કે " મેં બોવ મોટી ભૂલ કરી છે." આવા બળબળા તે કલાક સુધી કરતો રહ્યો . છેવટે તે ટાઢો પડ્યો અને સૂઈ ગયો. સવાર થઈ ને રાત્રે બનેલા બનાવથી ડરેલ કાંતિની દીકરી ડરતા ડરતા  કાંતિને જગાડવા આવી. ધીમેથી અવાજ નાખ્યો " બાપા જાગો " અને કાંતિની આંખો પલપલી. કાંતિલાલ ગાંડાની જેમ હસવા લાગ્યા.  દીકરી સામે બાપાનું આવું દ્રશ્ય તેને સદમામા નાખનારું હતું, પરંતુ કાંતિનો જવાબ મળતા કે " હું સ્વસ્થ છું" દીકરીને થોડું હળવું લાગ્યું. તે તેમના માટે ચા બનાવી લવાવ રસોડામાં ગઈ. આ વાતને પણ એક અઠવાડિયું થઈ ગયુ. પણ અચાનક એવું શું થયું કે કાન્તિલાલ એવા બીમાર પડ્યા કે  ઘરથી પણ શું પલંગ ઉપરથી પણ બે ડગલા ચાલી ન શક્તા. દિવસ દિવસ કાંતિલાલની તબીયત સતત બગડતી ગઈ. આ સમયમાં તેની દીકરી સિવાય ન કોઈ મિત્ર ન ત્રણ પુત્રો તેની જોડે હતા. પણ આના જવાબદાર કાંતિલાલ જ હતા જેનું મુખ્ય કારણ બાળકોમાં લીધેલ  નિષ્કાળજી અને અભિમાની જીવન. અભિમાન સાથે કરવામાં આવેલ કર્મોનું ફળ કાંતિલાલને હમણાં ભોગવવું પડ્યું . અને પછી તે સમય પણ આવી ગયો જયારે કાંતિલાલે તેની ઘરની ચાર દીવાલોમાં છેલ્લો શ્વાસ લીધો. કાંતિલાલના મરણ બાદ પુત્ર ને મિત્ર બધા આવ્યા પણ ત્યારે નય જયારે તેને આ સાથની જરૂર હતી.


બોધ : જ્યારે આપણે આપણી પદ, પ્રતિષ્ઠા, ધન, સંપતિ, અને બુદ્ધિ પ્રત્યે અભિમાન વધી જાય છે ત્યારે તે વ્યક્તિને દુર્ગતિ તરફ દોરી જાય છે

Expert lecture about economics

-  Expert lecture about economics. -  presented by  "હેમિન્ટન મહિડા" -  date : 23/02/2026 -  Day : સોમવાર                         ...