Tuesday, 30 December 2025

પત્રલેખન : "પોતાના મિત્રની તબિયત વિશે જાણ પૂછતો પત્ર"

                    " પત્ર "                                         ( Letter )

=} " પોતાના પ્રિય મિત્રને તેની તબિયતની જાણ પૂછવા માટેનો પત્ર."
  
                                                  નામ :  સાગર રાઠવા 
                                                  ગામ :  નળવાંટ 
                                               તાલુકો :   કવાંટ 
                                              જિલ્લો :  છોટાઉદેપુર 
                                  Pin code No :  391152
                                               તારીખ :  28/12/2025


નામ : વિશાલ ભીલ
ગામ : બખ્ખર  
તાલુકો : ગરૂડેશ્વર 
જિલ્લો : નર્મદા 
Pin code No : 391120

       વિષય=} " મિત્ર વિશાલની તબિયત જાણવા માટે " 

પ્રિય મિત્ર,

                મને  જાણને  દુઃખ  થયું  કે તું એક અઠવાડિયાથી બીમાર છે .  મને  કાલે  જ  જાણ થઈ  કે  તું  બીમાર  છે . હું  એ  ઇચ્છું  છું  કે  તારી  તબિયત  જલ્દીથી  જલ્દી  અને  ટૂંક સમયમાં  સારી  થઈ  જાય .  હું  આ  પત્રની  સાથે  તારા  માટે આયુર્વેદિક  દવા  કુરિયર  દ્વારા  મોકલાવી  આપું  છું . આ દવા ઉપયોગમાં  લેવાથી  તારી  તબિયતમાં  સુધાર  આવશે .
                   હું  એ  પણ  ઇચ્છું  છું  કે તારા ઘરમાં બીજા બધા સભ્યોની તબિયત સારી હશે.  તેમને બધાને મારા પ્રણામ કહેજે .

                                                તારો બાળપણનો મિત્ર
                                                         "સાગર"



Saturday, 27 December 2025

નિબંધ: "મારુ એક દિવસનું જીવન"

           

                 શરૂઆત થઈ એક સુંદર દિવસની .  સવારમાં જાગવાની ઇચ્છા ન હોવા છતા જાગવું જરૂરી છે આવું જાણી  આંખો ઉઘાડી .  ધાબળાને  છોડવાનું મન ન હોવા છતા  છોડવું  પડ્યું.  આંખોની  સામે આછું - આછું દ્રશ્ય. ધરતીને પ્રણામ કરતા પલંગ ઉપરથી નીચે ઉતર્યો. બે પગલા આગળ વધવા માટે સાથ ન આપતા મારા પગને મનાવવામાં જ સમય વીતી ગયો . જરાક  ઊંઘ  ઉડે એ માટે  આછો પ્રકાશ  આપતી  બારીને  સરકતા અવાજે ધીમેથી ઉઘાડી. બારીનો એ અવાજ જાણે કોઈક  મધુર ગીત ગાતો હોય એવું લાગ્યું.  મારે એ પણ ધ્યાન રાખવુ પડ્યું કે મારા આ અવાજથી મારો મિત્ર નગીન  ના જાગી જાય. વિશાલ જે મારા કમરામાં જ રેતો હતો તેની મને ચિંતા ન હતી કારણ કે તેની ઊંઘને અવાજથી કઈ લેવા દેવી જ ન હતી. બારીથી આવતા પ્રકાશે મને ઊંઘ ઉડાડવા મદદ કરી. હું ચાલ્યો મારા કમરાના કબાટ બાજુ જ્યાં મારું બ્રશ પડ્યું હતું. 

                   બ્રશ  કરી  હું  ચાલ્યો મેદાન તરફ જ્યાં મને આનંદ મળતો. સવારના મેદાનમાં પાંચ કિલોમીટર દોડ લાગવી. મારી સાથે મારો મિત્ર જયેશ પણ હતો . જયેશ મને કસરતના નવાનવા સ્ટેપ શીખવતો. સવારમાં દોડ પૂરી કરી અમે બધા સાથે બેસી બીજી કસરતો કરવાનું છોડતા ન હતા. ક્યારેક ક્યારેક આ કસરતો સ્પર્ધામાં ફેરવાય જાતિ. જીતવાની કોઈ ઇચ્છા ન હોવા છતાં મજા માટે ભાગ લેતા. સવારમાં અમને ભણાવવા વાળા અમારા પ્રોફેસર પણ આવતા . તેમની જોડે પણ થોડું હાસ્ય કરતા અમે  રોજના બે કલાક મેદાનમાં વેડફી દેતા. કસરત કરી અમે થોડીવાર વ્યાયામ પણ કરતા. વ્યાયામ કરી ફરી એકવાર મેદાનમાં એક ચક્કર મારી અમે બધા મિત્રો છૂટા પડતા. 

                  હોસ્ટેલ પર આવી  ઠંડુ પાણી આવતું હોય કે ગરમ પણ પાણી ફરજિયાત નાવાની મારી આદત. મસ્ત તૈયાર થઈ વાંચવા માટે બેસી ગયો. સવારમાં 8:00 વાગે નાસ્તાનો સમય હોવાથી જલ્દીથી કામ પૂરું કર્યું.  કસરત કરી ઉગ્ર બનેલ પેટની અગ્નિ શાંત કરવા અમે ચાલ્યા ગયા Reva central mess. હા આ નામ અમારી કેન્ટિનનું જ હતું. સવારમાં પૂડીનો નાસ્તો ને તેની સાથે ચા." सुकुन का नाम सुना है " એવો અનુભવ આવી રહ્યો હતો. છોકરાઓ ભેગા થાય ને મસ્તી ન થાય એવું શક્ય જ નથી. નાસ્તો પૂરો કરી આવી ગયા અમે પાછા એકલવ્ય છાત્રનિવાસ. આ નામ પણ અમારી હોસ્ટેલનું જ છે. 10:30 વાગે કોલેજનો સમય હોવાથી જલ્દી જલ્દી બીજા કામ પતાવ્યા. 

                 હું કોલેજ જવા તૈયાર જ થતો હતો કે મારા મિત્ર પિયુષનો મને ફોન આવ્યો. ફોન આવ્યો છે એની જાણ મને પછી થઈ હોવાથી હું ફોન ઉપાડી ન શક્યો. હું કોલેજ જવા નીકળી ગયો. કોલેજના કેમ્પસમાં મને  પિયુષ મળ્યો. પિયુષ મારા પર ગુસ્સે હતો. થોડું મસ્તી મજાક કરી અમે ક્લાસ માં ગયા. આજે સળંગ ત્રણ કલાક એક જ પ્રોફેસરે ભણાવ્યા . 1:30 અમે ખાવા માટે કેન્ટીન ગયા. ખાઇ અમે એક લેક્ચર માટે પાછા કોલેજ ગાય. છૂટ્યા બાદ અમે બધા મિત્રો છૂટા પડ્યાં. 

           હોસ્ટેલ પર પાછા આવી ફ્રેશ થઈ ગયા. થોડીવાર આરામ કરી અમે લેખન કાર્ય પૂરું કર્યું. થોડીવાર દોસ્તો જોડે મસ્તી કરી. ના છૂટકે જયેશ મને મેદાનમાં લઈ ગયો. મેદાન  જ અમારું મસ્તી માટેનું સ્થળ હતું. મેદાનમાં ચક્કર મારી અમે હોસ્ટેલ પાછા આવ્યા. બધાને હવે ભૂખ લાગી હતી.

                   સાંજનું ભોજનનો સમય 7:00 વાગ્યાનો હોવાથી અમે કેન્ટીનમાં જમીને આવતા રહ્યા. જમ્યા બાદ અમે બધા મિત્રો એક જ કમરામાં ભેગા થતા. આખા દિવસની વાતો કર્યા બાદ અમે પોતપોતાના કમરામાં ચાલ્યા ગયા. વાંચવાનો સમય મારો બોવ તો બોવ 11:00 કે 12:00 વાગ્યા સૂથીનો જો વાંચવાનું મન હોય તો.  વાચ્યા બાદ આખો દિવસ જાણે પથ્થર તોડી થાક્યા હોય ને થાકી ગયા હોય એમ હું શાંત સરોવર લગતા પલંગ પર સુઈ ગયો.

                        લિ. સાગર રાઠવા 

Tuesday, 16 December 2025

કર્મનુ ફળ

 

            ગુજરાતી પૂર્વથી દક્ષિણ દિશા તરફ આગળ વધતા  જેટલો વિસ્તાર જોવા મળે છે તેમાંથી વધુ પડતી વસ્તી આદિવાસી વસ્તી જોવા મળે છે. જેમ આદિવાસી વસ્તી એકબાજુ પ્રકૃતિ પૂજક , પર્કૃતિ સાથે સંકળાયેલ ને  સામાન્ય જીવન જીવનારી છે,તેમ તેની બીજી બાજુ અંધવિશ્વાસ, કાળુજાદુ અને અઢળક માતાઓમાં માનનારી વસ્તી છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ હોવાથી અંધવિશ્વાસની બધી ગતિવિધિ પ્રબળ બળથી વધતી જાય છે.

                       આવા જ આદિવાસી વિસ્તારમાં રેતા કાંતિલાલભાઈ સ્વભાવે સખત, નાકપર ગુસ્સો, અને થોડા અભિમાની પણ ભાથીજી મહારાજને માનનારા. ઘરની બાજુએ તેઓએ ભાથીજી મહારાજનું સ્થાનક પણ બનાવ્યું હતું. કાંતિલાલની પત્નીના અવસાનને પાંચેક વર્ષ થયા હશે. તેના સિવાય કાંતિલાલને ત્રણ દીકરા અને એક લાડકવાયી દીકરી હતી. દીકરિના સારા ઘર જોઈને કાંતિલાલે ક્યારના લગન કરાવી દીધા હતા.ત્રણ દીકરાના પણ વારેવારેથી લગ્ન કરાવી દીધા હતા. કાંતિલાલ નો દીકરો સાગર ને તેની પત્ની માત્ર જ તેની સાથે રેતા હતો, બીજો દિકરો તેની પત્ની સાથે કાંતિથી અલગ થઈ રેતો હતું અને ત્રીજો દિકરો વધુ ભણીગણી નોકરી મળતા જ શેરમાં રેવા ચાલ્યો ગયો હતો. કાંતિલાલની સાથે મિત્રોની પણ કમી હતી ,જેનું એક માત્ર કારણ તેનો ખરાબ સ્વભાવ હતો.

                કાંતિલાલ જો કયારેક નવરા પડતા તો સામે દીકરા ને તેની વહુ સાથે રેતા ભીમાભાઈ અને કમળાબેન સાથે વાતો કરવા જતા રેતા. તેમની વાતોમાં કોઈ એક વ્યક્તિને મુદો બનાવી તેની નિંદા ને હાસ્ય કર્યા સિવાય કોઈ બીજી વાત વધારે જોવા ન મળતી . બસ પોતાની જ વાતોથી મોજ મેળવવી એ જ તેમની સુશી. પણ તેમની વાતોની સમજમાના વ્યક્તિ પર કેવી અસર પડશે તેની તેઓ ફિકર ન કરતા. સાંજની બેઠકમાં હવે કોની બૂરાઈ કરવાની આવશે ? એ જ એમનો સવાલ રેતો હતો.

               માતા મેલડીમા શ્રધ્ધા ધરાવનારા સુખી દંપતી ભીમાભાઇ અને કમળાબેન દારૂનો ધંધો કરતાં હતા. વર્ષના અંતે માતા મેલડીની ભૂખ શાંત કરવા અને તેમને સંતોષ આપવા બકરીની બલી આપવાની તેમની પરંપરા હતી. ભીમાભાઇને ત્રણ બીજા સગાભાઈ પણ હતા. ચારેયભાઈ દર વર્ષે એક એક બકરીની બેઠ માતાને આપતા.જો બકરીની બલી વર્ષના અંતે ન આપવામાં આવતો તો કંઈક ને કંઈક ખરાબ થશે તેવી તેમની શ્રધ્ધા.  ભીમાભાઈ  કાંતિલાલ કરતા વધુ પૈસાવાળા ને માન ધરાવનારા હતા. જ્યાં એક તરફ કાંતિલાલની રસ્તે રસ્તે નિંદા થતી ત્યાં ભીમાભાઇ નું સમ્માન થતું.

                કાંતિલાલ કાળું જાદુમાં માનનારો ને થોડુંઘણું જાણનારો હતો. જાદુથી કંઈપણ શક્ય કરી શકાય છે તેવી કાંતિને શ્રધ્ધા હતી. એકવાર કાંતિલાલે અવસાન પામેલ સગી દીકરીના પતિને એક રાત મરણ બાદ પણ ઘરે રાખ્યો હતો, માત્ર એ જોવા કે મારા જાદુથી તે જીવિત થાય છે કે નથી? કાંતિલાલના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને રાત એમની એમ જ જતી રહી. ગઈકાલે કાંતિલાલન જમાઈને સળગાવી દીવામાં આવ્યો. 

                આ વાતને ઘણા દિવસો વીતી ગયા. પણ કાળીચૌદસની રાત્રે છેલ્લા પ્રહરમાં હાળું કાંતિલાલને શું થયું કે અચાનક તે જોર જોરથી બળબળા કરવા માંડ્યો ? બળબળામાં તે બોલતો હતો કે " મેં બોવ મોટી ભૂલ કરી છે." આવા બળબળા તે કલાક સુધી કરતો રહ્યો . છેવટે તે ટાઢો પડ્યો અને સૂઈ ગયો. સવાર થઈ ને રાત્રે બનેલા બનાવથી ડરેલ કાંતિની દીકરી ડરતા ડરતા  કાંતિને જગાડવા આવી. ધીમેથી અવાજ નાખ્યો " બાપા જાગો " અને કાંતિની આંખો પલપલી. કાંતિલાલ ગાંડાની જેમ હસવા લાગ્યા.  દીકરી સામે બાપાનું આવું દ્રશ્ય તેને સદમામા નાખનારું હતું, પરંતુ કાંતિનો જવાબ મળતા કે " હું સ્વસ્થ છું" દીકરીને થોડું હળવું લાગ્યું. તે તેમના માટે ચા બનાવી લવાવ રસોડામાં ગઈ. આ વાતને પણ એક અઠવાડિયું થઈ ગયુ. પણ અચાનક એવું શું થયું કે કાન્તિલાલ એવા બીમાર પડ્યા કે  ઘરથી પણ શું પલંગ ઉપરથી પણ બે ડગલા ચાલી ન શક્તા. દિવસ દિવસ કાંતિલાલની તબીયત સતત બગડતી ગઈ. આ સમયમાં તેની દીકરી સિવાય ન કોઈ મિત્ર ન ત્રણ પુત્રો તેની જોડે હતા. પણ આના જવાબદાર કાંતિલાલ જ હતા જેનું મુખ્ય કારણ બાળકોમાં લીધેલ  નિષ્કાળજી અને અભિમાની જીવન. અભિમાન સાથે કરવામાં આવેલ કર્મોનું ફળ કાંતિલાલને હમણાં ભોગવવું પડ્યું . અને પછી તે સમય પણ આવી ગયો જયારે કાંતિલાલે તેની ઘરની ચાર દીવાલોમાં છેલ્લો શ્વાસ લીધો. કાંતિલાલના મરણ બાદ પુત્ર ને મિત્ર બધા આવ્યા પણ ત્યારે નય જયારે તેને આ સાથની જરૂર હતી.


બોધ : જ્યારે આપણે આપણી પદ, પ્રતિષ્ઠા, ધન, સંપતિ, અને બુદ્ધિ પ્રત્યે અભિમાન વધી જાય છે ત્યારે તે વ્યક્તિને દુર્ગતિ તરફ દોરી જાય છે

Monday, 10 November 2025

Google

                   "Google"   એ વર્તમાન સમયમાં     અસ્તિત્વ ધરાવતી વિશ્વની પ્રથમ નંબરે આવતી   website  છે.    Google  એ  સોથી વધુ   લોકપ્રિયતા ધરાવતું સર્ચ એન્જિન છે. આ web   નો ઉપયોગ વિવિધ માહિતી સર્ચ કરવા અને   ઓનલાઇન જાહેરાત કરવા માટે થાય છે.

                 Google  web  કેવી રીતે બની અને  કોને  બનાવી તેની ?    રોન  સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બે મિત્રો લેરી પેજ   (laary page)  અને સર્ગેઇ બ્રીન  (sergey brin)  phd ના અભ્યાસ કરતા હતા.  તેમણે એકબીજાના સાથથી google નામની web બનાવી હતી . આજના સમયમાં તે સૌથી મોટુ સર્ચ એન્જિન છે. આજના સમયમાં તે બન્ને મિત્રો google ન માલિક છે.

                    Google  શબ્દ એ ગાણિતિક શબ્દ   googol   પરથી ઉતરી આવ્યો છે.          (જેનો અર્થ 1  ની પાછળ  100 શૂન્ય એવો થાય છે. )   પરંતુ શરૂઆતમા google નું નામ  "BackRub"  (બેકરબ)  રાખવામાં આવ્યુ હતુ. પરંતુ બાદમાં તેનું નામ બેકરબ પરથી બદલી google કરવામાં આવ્યું.

                          Google  દ્વારા  આપવામાં આવતી સેવાઓ ની જો વાત કરવામાં આવે તો google વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન તરીકે સેવા પૂરી પાડે છે, મફતમા ઇમેલ સેવા પૂરી પાડે છે,Youtube પર પોતાના વિડીયો અપલોડ કરવા કે બીજાના વિડિઓ જોવા માટે પણ google ની જ મદદ મળી રહે છે, google Maps ની મદદથી તે રોડ રસ્તા જાણવા અને કોઈ સ્થળ સુધી પહોંચવા સેવા પૂરી પાડે છે, google chrom ની સેવા પૂરી પાડે છે. આવી  સેવા google દ્વાર આપવામાં આવે છે.

                              

               ||  લિ - સાગર રાઠવા  ||


Wednesday, 30 July 2025

12 th fail

                   આ કહાની છે મનોજ નામના એક વ્યક્તિની અને તેના  લક્ષ્યપ્રાપ્તી માટે કરેલા સંઘર્ષની. આ કહાનીનું મુખ્ય પાત્ર મનોજ છે.  ચંબલના બિલગામમાં મનોજ તેના પરિવાર સાથે ગરીબ અવસ્થમાં પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે.  મનોજ ના પિતા સત્યવાદી હોવાથી કાળાબજારીનો સાથ ના આપતા હાઇકોર્ટમાં પોતાના સસ્પેન્ડ લેટર બાબતે ન્યાય માંગવા બારગામ જાય છે. મનોજના ઘરમાં પર્યાપ્ત ભોજનની પણ વ્યવસ્થા ન હતી. મનોજ  ધોરણ ૧૨ ની પરિક્ષમાં બેવાર ફેલ પડે છે. તેવાજ સમયમાં મનોજ ની મુલાકાત એક ઈમાનદાર પુલિસવાડા સાથે થાય છે. તેની ન્યાય કરવાની રીત ને સમાજને બદલવાની વાતથી મનોજ  ખુબજ પ્રભાવિત થયો. મનોજને તેમના જેવો બનવાની ઇચ્છા થઇ. મનોજે તેમને આતુરતાથી પૂછ્યું કે તમારા જેવો બનવા માટે શું કરવું પડશે . ત્યારે પુલિસવાડાએ કિધેલ વાત મનોજે મનમાં ને જીવનમાં ઉતારી દીધી કે cheating છોડવી પડશે. મનોજ આ વાત ધ્યાનમાં લય સતત મેહનત કરતો રહ્યો. મનોજે પોતાનું B.A પૂરું કર્યું વગર ચોરીએ . 

                મનોજ આગળ ના અભ્યાસ માટે ગ્વાલિયર જવાનો નિર્ણય કરે છે. મનોજ સવારમાં તૈયાર થય ને નીકળતો જ હોય છે કે મનોજના દાદી તેને તેમના ઓરડામાં બોલાવે છે. ઓરડાના ખૂણે મુકેલ એક પેટી ઉતારવા કહે છે.  પેટીમાં સંગ્રહ કરી મૂકેલા પેન્શનના પૈસા તે મનોજને આપે છે અને મોટો અફસર બની આવવા જંખે છે. મનોજ ગ્વાલિયર ટેશને ઉતરે છે.  બસમાં ઊઘ આવતા જયારે ઊઘ ઉઘડે છે ત્યારે તેના પૈસા ને બક્સા બને ચોરાય ગયા હોય છે. હવે મનોજની મુલાકાત તેની આવનારી મુલાકાતો તય કરનાર વ્યક્તિથી થાય છે જેનું નામ પાંડે હોય છે જે મનોજની જેમ જ સિવિલ સર્વિસ ની તૈયારી કરવા આવ્યો હોય છે. સિવિલ સર્વિસ ની ભરતીઓ બંધ થતાં તે હવે દિલ્લી Upsc ની તૈયારી કરવા જવાનો જ હતો ને ત્યાં મનોજ ભટકાય છે. મનોજ પણ તેની સાથે દિલ્લી જવાની જીદ કરવા માંડે છે. મનોજ પાસે દિલ્લીમાં કોઈ કામ ના હતું. ત્યાં પાંડે મનોજને ગોરિભાઈ ની મુલાકાત કરાવે છે. તેઓ Upsc ની લાસ્ટ પરીક્ષા આપવા જય રહ્યા હતા. ગોરીભાઈ મનોજને લાઇબ્રેરીમાં કામ શોધી આપે છે. 

                 મનોજ કોચિંગ માટે કોચિંગક્લાસ શોધવા જાય છે. કોચિંગકલાસ પર તેની મુલાકાત આગળની જિંદગીમાં તેનો સાથ આપનારી શ્રધા સાથે થાય છે. આજથી પેહલા ક્યારેય મનોજના જીવનમાં  માં ને બેહન સિવાય કોઈ બીજી સ્ત્રી મિત્ર આવી ન હતી.  મનોજ ખુશ હતો. શ્રધા મનોજની બધીજ મનોવ્યથા સમજી જતી. શ્રધા હવે મનોજના જીવનનું એક એવું અમૂલ્ય પાત્ર બની ગયું હતું . મનોજ upsc ના બે પ્રયત્નોમાં ફેલ થાય છે.  મનોજને હવે શ્રધાથી પ્રેમ થય જાય છે. મનોજ ત્રીજા પ્રયત્નમાં પણ ફેલ થાય છે. હવે તેના પાસે છેલો મોકો છે . શ્રધાને સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ થતા ઘરે જવું પડે છે. મનોજ તેના પ્રેમનો ઇજહાર કરવા તેના ઘરે મનાલી જય પોહચે છે.  પરંતુ શ્રધા મનોજને મળતી નથી.  મનોજનું દિલ તૂટે છે. મનોજ ફરી દિલ્લી આવે છે. ફરી છેલા પ્રયત્નની તૈયારી કરવા માંડે છે.શ્રધાનો પ્રેમ સાચો હોવાથી તે બધું છોડી તેનો સાથ આપવા  આવે છે. મનોજ ખૂબ જ જોશ થી તૈયારી કરવા માંડે છે. 

                   મનોજ પરીક્ષાના પરિણામ માટે આતુર ન હતો પણ શ્રધા તેને જબર દસ્તી પરિણામ જોવા લય જાય છે. મનોજ તેના છેલ્લા પ્રયત્નમાં પાસ થય જાય છે. બંનેના આંખમાં ખુશીના આંસુ આવે છે.  આ વાત ઘરે ખબર પડતાં મનોજનું આખું પરિવાર ખુબજ ખુશ થાય છે. મનોજના સંઘર્ષની જીત થાય છે.  મનોજનું. Ips બનાવનું સપનું પૂરું થાય છે.


                                              લિ. સાગર .જે

Tuesday, 29 July 2025

મારું બાળપણ

                 બાળપણ એટલે જીવનના સભર માં વિતિચૂકેલ એક એવો સમય જે સુવર્ણ સમાન કિંમતી હતો.  આજે યુવા અવસ્થના પ્રથમ પગથિયે પગ મૂકતાં આડી નજરે પાછું જોવાયું ત્યારે માં ના પાલવ થી લય ને વર્તમાન સભર વચ્ચે સંગ્રહ કરેલ યદોનિ ઝલક જોવા મળી.  એ ઝલક માં બાળપણનો સાર મળ્યો.  મળ્યો એ બાળપણમા માં નો વાળ ને લાગણી.  આજે જન્મ્યો રે મારા કાળજે માના પાલવ નો વિરહ.  માના  પાલવનું મહત્વ હું કદાચ બાળપણમાં  ન સમજી શક્યો.  બાળપણમાં જ્યાં મારું સર્વસ્ત સંસાર વસ્તી હતું તેની કિંમત મને આજ સમજાની.  

              દરેકના જીવનમાં બાળપણનો સભર ખૂબ જ રસપ્રદતાથી કે રોમાંચ થી વીતેલ હોય છે.  એવાજ સભરની વાત જ્યારે મારે મારા મંતવ્યથી કે સંગ્રહ કરી રાખેલ યાદોથી પ્રગટ કે રજૂ કરવાની હોય ત્યારે હું અવનવી વાતો,યાદો,અનુભવો અને લાગણીઓ બાળપણ સાથે સરખાવી શકુ.

             બાળપણ ના સમયમાં અમારી આખી દુનિયા માના પાલવ સુધી જ સીમિત હતી.  માના પાલવ સિવાય બહારની દુનિયા તો મને પરિચય જ નોહતો. મને મારા દાદા ને દાદી થી સાંભળવા મળ્યું હતું કે હું જ્યારે માત્ર એક વર્ષ નો હતો ત્યારે હું કંઇક ગંભીર બિમારીથી પીડિત થયો હતો.  તે સમયે મારા માટે મારી માં એ કેટલીય માંતાવો અને ઉપવાસો કર્યા હતા. બાપા ક્યારે હિંમત ન હારતા પણ કોઈક સાંજે આંખો ભીની કરી બેઠતા. નવ મહિના સતત બીમાર રેહતા હું સાજો થયો અને મારા પરિવાર માં બધાને ગળે પાણી ઉતરતા થયું.  નવ મહિનામાં એક એવી રાત નતી જ્યાં મારા માં બાપા ના ઉજાગરા ના હોય.

               મને હજુ પણ યાદ છે કે જયારે મારા બાપા મને સૌ પ્રથમ બાળમંદિરે મૂકવા આવ્યા હતા.  પૈલા દિવસે માંડ - માંડ બપોર કાઢી .  બાપા ની રાહ જોવા માંડ્યો કે એ ક્યારે આવશે ને મને અહ્યાં થી લય જશે.  બધા જોડે ભળતાં મને કંઈક અઠવાડ્યું જેટલો સમય લાગ્યો હતો. સમય વિતતો ગયો. ને સમય જતા વસ્તુઓની થોડી ઘણી જાણ મને થવા લાગી.  હવે બાળમંદિર થી શાળા તરફ પોતાના પગ લંબાવી આગળ વધવાનો સમય હતો.  નવા ચંપલ,નવું દફતર ને નવા કપડાં શાળાના પેહલા દિવસે બધા છોકરા જેમ અમને શાળામાંથી મળ્યા હતા.

                ધોરણ ૧ થી લય ને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ મેએ જે મિત્ર સાથે કર્યો તે મને પેલ્લીવાર ત્યાં જ મળ્યો હતો. સાથે  ઘર  હોવાને  કારણે  અમને  રોજ  નવી  નવી  અને આશ્ચર્યચકિત કરી દે તેવી બાળલીલા કરતા. ઉનાળાની ઋતુ આવતી ત્યારે આંબા પરથી બપોરના સમયમાં કેરિયો તોડવાનું ક્યારેય ન ભૂલતા.  કેરીઓના બટવારા કે વેહચની માટે વપરાતું ગણિત મને હવે ના સમજાતું.  

                બાળપણનો એક આવોજ જ પ્રસંગ જે મને હજુ પણ  યાદ છે કે જયારે અમે ત્રણ મિત્રો જેમાં મારા મોટાભાઈ ને મારો મિત્ર સામેલ હતા ત્યારે અમે અમારા ગામના સુકાભાઈ ના ખેતરમાંથી એક કિલો ડુંગળીના છોડ જે ખાવા લાયક પણ ના હતા તે ચોરીને લય આવ્યા હતા.  આ ઘટનાની જાણ સુકાભાઈ  થતા તે ઘરે આવ્યા હતા પણ તેઓ મારા બાપા ને ઓળખાતા હતા જેથી તેઓએ અમને કાય ના કર્યું. અમે બન્ને ભાઈ માં ના ખોળામાં જ સંતાયા હતા. તેમના ગયા બાદ બાપાએ બોવજ સંભળાવી પણ પછી પોતાના જ પાસે બેસાડી મને અત્યાર સુધી ના ભટકાવનાર સિખ આપી કે જીવનમાં એવું કામ ના કરતા કે મારે કોઈ બીજા હામે નીચું  જોવું પડે.  

             આમ જ અવનવી વાતો,યાદો,અનુભવો, શિખામણ અને લાગણીની ભેટ બાળપણથી મને મળી હતી.

                                            
                                                          લિ. સાગર.જે

Expert lecture about economics

-  Expert lecture about economics. -  presented by  "હેમિન્ટન મહિડા" -  date : 23/02/2026 -  Day : સોમવાર                         ...