- Expert lecture about economics.
- presented by "હેમિન્ટન મહિડા"
- date : 23/02/2026
- Day : સોમવાર
Birasa munda Tribal university, Rajpipla માં હેમિન્ટન જે વર્તમાન સમયમાં ગાંધીનગર ની કોલેજમાં economics (અર્થશાસ્ત્ર ) ના એક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી ભજવી રહ્યા છે. તેઓને એક expert lecture લેવા માટે આમંત્રણ મળ્યું હતું. તેઓનો collage પ્રત્યે જૂનો સંબંધ હોવાથી તેઓ કોલેજમાં આવ્યા. તેઓએ economics ને લગતા વિવિધ વિષયોના સંદર્ભમાં વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું. જેવા કે -
[ ૦ પૂર્ણ હરીફાઈ : ]
-} એક એવું બજાર કે જ્યાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય તથા બધીજ વસ્તુઓ સમાગુણ ધરાવતી વસ્તુઓ હોય.
આ ટોપિક ને સમજાવા માટે તેમણે વિવિધ ચાર્ટ 📈 નો ઉપયોગ કર્યો હતો.
તેમણે આ topic ને લગતા કેટલાક પ્રશ્નો વિધાર્થીઓને પૂછ્યા જેવા કે -
(૧) અર્થશાસ્ત્ર એટલે શું?
(૨) અર્થતંત્રમાં કેટલા બજાર હોય છે ?
(૩) બજાર એટલે શું ?
આવા કેટલાય પ્રશ્નોના વિધાર્થીઓએ સાચા જવાબો પણ આપ્યા. ખુબજ રમૂજ સ્વભાવ સાથે વાતચિત કરતા હોવાથી વિધાર્થીઓને પણ આનંદ આવવા લાગ્યો હતો. તેમણે આજ કોલેજમા પોતાની કારકિર્દી ભૂતકાળમાં નિભાવી હતી તેવું પણ જાણવા મળ્યુ. જેનાથી વર્તમાન સમયમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાણીતા જ હતા.
પોતાના અર્થશાસ્ત્રના ઊંડાણ ભર્યાં અભ્યાસ તેમના શબ્દોમાથી ઝલકતો હતો. તેની સાથે તેમણે વર્તમાન સમયની કેટલીક સમસ્યાઓ વિશે વાત વિચારણા કરી.
અર્થશાસ્ત્રના વિધાર્થીઓ સાથે સંકળાયેલા વિવિધ બીજા વિષયો પર પણ તેમને વાત કરી.જેવા કે
-} પેઢીની સમતુલા :
" સમતુલા એટલે જ્યાં ઉત્પાદન અને ખર્ચ/ આવક સ્થિર રહે. "
-} ઇજારો :
" જ્યાં અસંખ્ય ખરીદનારા અને એકજ વેચનાર હોય."
-} અર્થશાસ્ત્રના આધારે બજારના પ્રકારો :
(1) ઇજારાયુક્ત બજાર
(2) પૂર્ણહરિફાઇ વાળુ બજાર
-} કિંમત નિર્ધારન :
" જ્યાં વસ્તુની માંગ અને ખર્ચ બને સમાન હોય."
-} સ્થિર ખર્ચ :
" સમયના ટૂંકાગાળામાં પરિવર્તિન ન પામતું ખર્ચ."
-} અસ્થિર ખર્ચ :
" સમયના ટૂંકાગાળામાં પરિવર્તિન પામતું ખર્ચ."
તેની સાથે અસ્થિર આવક, સ્થિર આવક, સરેરાશ આવક/ ખર્ચ વગેરે. આ બધા જ વિષયો વગર અર્થશાસ્ત્રી એકદમ અધુરો છે એમ તેમના મંતવ્યો હતા.
આશરે ત્રણ કલાક સુધીનો lecture લયા બાદ એમણે પોતાના વિચારોને વિરામ આપ્યો. વિધાર્થીઓના ચેહરા ચમકતા જોઈ તેઓ ખૂબ જ ખુશ થયાં. ત્યારબાદ વિધાર્થીઓએ તેમની જોડે ફોટા પડાવ્યા. બધા જ વિધાર્થીઓએ તેમને વિદાય આપી.
!! લિ - સાગર રાઠવા !!